લાઇવ ડૉક્ટર સ્ટેટસ
જુઓ કે તમારા ડૉક્ટર અત્યારે ઉપલબ્ધ છે કે નહીં
ક્લિનિક પહોંચીને ખબર પડે કે ડૉક્ટર નથી — એ સૌથી ખરાબ અનુભવ છે. hApItal પર દરેક ડૉક્ટર પોતાની પ્રોફાઇલમાં આજનું સ્ટેટસ બતાવે છે, અને દિવસ બદલાય તેમ તે અપડેટ થાય છે.
ટૂંક સમયમાંGoogle Playટૂંક સમયમાંApp Store
અત્યારે ઉપલબ્ધ
ડૉક્ટર ક્લિનિક પર છે અને દર્દીઓ તપાસી રહ્યા છે.
મોડા આવશે
ડૉક્ટર આવી રહ્યા છે, ક્યારે પહોંચશે તેની નોંધ સાથે.
રજા પર
ડૉક્ટર આજે નથી — ફોગટ ધક્કો નહીં.
આજે ક્લિનિક પૂરું
આજના દિવસની તપાસ પૂરી થઈ ગઈ છે.
પ્રશ્નો
સ્ટેટસ કોણ અપડેટ કરે છે?
ડૉક્ટર કે તેમનું ક્લિનિક hApItal ડૉક્ટર ડેશબોર્ડ પરથી અપડેટ કરે છે, એટલે માહિતી સીધી ક્લિનિકમાંથી આવે છે.
જોવા માટે કોઈ ખર્ચ છે?
ના. hApItal દર્દીઓ માટે મફત છે.